તુ છે ને.... આ વેબસાઇટ ફૂલ ગુજરાતી માઁ છે અને તમને પસંદ આવે તૌ તમારા દોસ્તો સાથે શેર કરવા નું ભૂલતા નય

Breaking

250×300

Sunday, May 6, 2018

ઓસ્ટે્લિયાનો કાંટાવાળૉ કાચીંડો : થોની ડેવિલ


જય મુરલીધર કેમ છો બધા ? આજે હું એક નવી પોસ્ટ લય ને તમારી સામે આવીયો છું. આજે આપણે  ઓસ્ટે્લિયાનો કાંટાવાળૉ કાચીંડો : થોની ડેવિલ વિશે વાત કરીશું . તો ચાલો શરૂ કરીએ .......

શરીરનો રંગ બદલવામાં ઉસ્તાદ કાચીંડોની અનેક જાત જોવા મળે છે. તેમાંય  ઓસ્ટે્લિયાનો થોની ડેવિલ તો ગજબ છે. આમેય ઓસ્ટે્લિયા તેના અજબગજબના પ્રાણીઓ માટે જાણીતો છે.

ઓસ્ટે્લિયાના રણપ્રદેશમાં થોની ડેવિલ નામનો કાચીંડો જોવા મળે. કદમાં નાનો પણ વિકરાળ ડાયનોસોર જેવા દેખાવના આ કાચીંડોના શરીર પર કાંટા હોય છે. આ કાચીંડો પૂંછડી સહિત 20 સેન્ટિમીટર લાંબો હોય છે.
સામાન્ય રીતે રણની રેતી જેવા રંગનો આ કાચીંડો જરૂર પડ્યે રંગ બદલી શકે છે. થોની ડેવિલની પીઠ ઉપર એક મોટું ઢીમચુ હોય છે. આ ઢીમચુ તેના બીજા માથા જેવું દેખાય છે ખરેખર તો આ ઢીમચુ શિકારી પ્રાણીઓને છેતરવા માટે હોય છે.
 કોઈ મોટું શિકારી પ્રાણી તેની ઉપર હુમલો કરે તો થોની ડેવિલની પોતાનું અસલી માથું પગ વચ્ચે સંતાડી દે છે. શિકારી પ્રાણી પેલા ઢીમચાને  માથું સમજી હુમલો કરે ત્યારે તે પોતે જ કાંટાથી ઘાયલ થઈ જાય છે અને કાચીંડો બચી જાય છે.

થોની ડેવિલ કીડી, મંકોડા જેવા નાના જંતુઓનો શિકાર કરે છે. તેની જીભ લાંબી હોય છે. રંગ બદલવા ઉપરાંત આ કાચીંડો શરીરમાં હવા ભરીને પોતાનું કદ મોટું કરી શકે છે.

તમને આ પોસ્ટ ગમે તો તમારા દોસ્તો અને ફેમેલી સાથે શેર કરવા નું ભૂલતા નય  અને તમને અમારું કામ કેવું લગિયું અનુ કોમેન્ટ જરૂર કરજો અને તમારાં નાના ભાઈ ને સુપોર્ટ કરજો હું રોનક રજા લવુ છું પછી આગળ નવી પોસ્ટ માં મડીસુ ત્યાં સુધી જય મુરલીધર



Article By 


1 comment:

Pages